વિજપાસર-વોંધ વચ્ચેના 25.60 લાખના શરાબ કેસમાં બે શખ્સોની  ધરપકડ

copy image

copy image

તાજેતરમાં ભચાઉ તાલુકાના વિજપાસર અને વોંધ વચ્ચે તલાવડી પાસેથી પોલીસે ત્રણ વાહનમાંથી રૂા. 25,60,500નો અંગ્રેજી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ પ્રકરણમાં આરોપી જયેન્દ્રસિંહ ભોજુભા જાડેજા અને રણજિતસિંહ મોકાજી જાડેજા નામના ઇસમો  પોલીસના હાથમાં આવ્યા નહોતા. દરમ્યાન, સોમવારે આ બંને ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા તેમજ અહીં દારૂ કોણ લાવ્યું  ક્યાંથી આવ્યો  કોણે મોકલાવ્યો અને કટિંગમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ  તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.