ચેક પરતના કેસમાં મેરાઉના ઈસમને એક વર્ષની કેદની સજા
copy image

ચેક પરત ફરવાના કેસમાં મેરાઉના ઈસમને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂા. 8.50 લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસની ટૂંક વિગતો મુજબ રૂા. 8.50 લાખનો ચેક અપૂરતા ભંડોળ થકી પરત ફરતાં મેરાઉના જેન્તીલાલ જગશી ખાખલા દ્વારા માંડવીની કોર્ટમાં આરોપી મેરાઉના આત્મારામ મેઘજી મહેશ્વરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આરોપી આત્મારામને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ રૂા. 8.50 લાખ વળતર પેટે એક મહિનામાં ચૂકવવા અને જો વળતર ભરવામાં કસૂર કરે તો વધુ 90 દિવસની કેદનો આદેશ કર્યો હતો. ફરિયાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર, વિનય પી. મોતા હાજર રહ્યા હતા.