ગાંધીધામના બુટલેગરની પાસા તળે અટકાયત
copy image

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેનારા બુટલેગર વિરુદ્ધ પાસાના કાગળિયા કરી તેને સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ગાંધીધામના જૂની સુંદરપુરી અંબે માના મંદિરની બાજુમાં રહેનારા સમીર ઉર્ફે પટેલ નરેશ સથવારા નામના શખ્સ વિરુદ્ધ ગાંધીધામ એ-ડિવિઝનમાં દારૂ અંગેના પાંચ તથા એક દુધઇ પોલીસ મથકે ગુનો નોંધાયેલો હતો. જિલ્લામાં આવી પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા તથા આવી પ્રવૃત્તિ આચરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ બાદ એલ.સી.બી.એ આ શખ્સના કાગળિયા કરી જિલ્લા સમાહર્તાને મોકલી આપ્યા હતા. ત્યાંથી લીલીઝંડી મળતાં પોલીસે આ લિસ્ટેડ બુટલેગરની અટક કરી તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.