વડવાકાયામાં વૃદ્ધાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું
copy image

વડવાકાયામાં 62 વર્ષીય વૃદ્ધાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન મોતને વ્હાલું કર્યું હતું. રવિવારે રાતના આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો, જેમાં હતભાગી ભજીબેન ભારમલભાઈ બુચીયાએ અંતિમ પગલું ભરી લીધું હતું. કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લેતા તેમને તાત્કાલિક મંગવાણા સીએચસી ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.