રેલ વિકાસ નિગમનું કામ કરતી કંપનીએ ખાણ ખનિજની બે બોગસ NOC બનાવી

copy image

copy image

રેલ વિકાસ નિગમ લિમિટેડમાં વર્ક ઓર્ડર પર કામ કરનાર કંપની ખનિજ વપરાશ કરી રોયલ્ટી ભરપાઈ કરી નાવાંધા પ્રમાણપત્ર અંજાર ખાણ ખનિજ વિભાગમાંથી લેવાના હતા, પરંતુ આ કચેરીના અધિકારીનાં ખોટા સહી-સિક્કા કરી ખોટા નાવાંધા પ્રમાણપત્રનો સાચા તરીકે ઉપયોગ કરાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંજાર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાંની કચેરીમાં ગત તા. 7/5/2021થી 24/5/2023 દરમ્યાન આ બનાવ બન્યો હતો. રણજિત બિલ્ડકોન લિમિટેડ નામની પેઢીએ રેલ વિકાસ નિગમ લિમિટેડનું વર્ક ઓર્ડર પર સામખિયાળી – કિડીયાનગર રેલ્વે લાઈનનું કામ કર્યું હતું. જરૂરિયાત મુજબ આ કામ માટે ખનિજનો વપરાશ કરાતો હતો.  જે ખનિજની ભરપાઈ કરેલ હોઈ જેના પાસ ખાણ ખનિજ વિભાગ અંજાર ખાતે રજૂ કરવાના હતા. જે પાસની ખરાઈ કરી અને સમયમર્યાદાના હોય તો વિગતો ધ્યાને લઈ ખાણ ખનિજ કચેરીમાંથી નાવાંધા પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. જે અનુસાર આ ખાનગી પેઢીને ખાણ ખનિજ વિભાગે 16/9/2022થી પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. પરંતુ રણજીત બિલ્ડકોન પેઢીએ પોતાના અંગત ઈરાદાઓ પાર પાડવા માટે ખાણ ખનિજના તા. 16/9/2022 જેવું બનાવટી અન્ય પત્ર તૈયાર કરી જેમાં કચેરીના અધિકારી પ્રવિણસિંહના ખોટા બનાવટી સહી-સિક્કા કરી તેમાં ભળતા જાવક નંબર નાખી ત્રણેક નાવાંધા પ્રમાણપત્ર ખોટા બનાવી લીધા હતા અને આ પ્રમાણપત્ર ખોટા હોવાનું જાણતા હોવા છતાં તેને રેલ વિકાસ નિગમ લિમિટેડ અમદાવાદમાં સાચા તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. ખાણ ખનિજના સિનિયર ક્લાર્ક જુવાનસિંહ ઘનશ્યામસિંહ ડાભીએ રણજીત બિલ્ડકોનના પ્રતિનિધિ દિપેશ બાબુલાલ સોરઠિયા, રણજીત બિલ્ડકોન વગેરે વિરુદ્ધ   પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.