મેઘપર (કું.)ની સીમમાં ગેરકાયદેસર બાંધકામ મામલે સાત લોકો સામે ફરીયાદ
copy image

અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની સીમમાં જમીન ઉપર બાંધકામ કરવા મામલે સાત ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બનાવ ગત તા. 1-9-2024થી તા. 9-9-2024ના અરસામાં મેઘપર કુંભારડીની સીમમાં બન્યો હતો. આ મામલે ફરિયાદી ભગુભાઈ હીરાભાઈ વરચંદે આરોપીઓ અણદા ઉર્ફે આનંદ રૂડાભાઈ દાતણિયા, જેઠાભાઈ અણદાભાઈ ઉર્ફે આનંદ દાતણિયા, નરશીભાઈ દાતણિયા, રણછોડભાઈ દાતણિયા, કરમશી દાતણિયા, સંજય દાતણિયા, વિનોદ પ્રજાપતિ સામે ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીની માલિકીની જમીન ઉપર બાંધકામ કરીને દબાણ કરાયું હતું. આરોપીઓએ જમીન ખાલી કરવાની ના પાડી દીધી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.