અંજારના વરસાણાની સીમમાં આખલામાં અથડાતાં બાઇકચાલકનું મોત
copy image

અંજારના વરસાણાની સીમમાં અચાનક આખલો વચ્ચે આવી જતાં અથડાઈ ગયેલા બાઈક ચાલકનું મોત નીપજયું હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી. નાની ચીરઈના કુંભારવાસમાં રહેતા ને જુમ્માભાઈ મામદભાઈ જુણેજાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આ જીવલેણ અકસ્માતી ઘટના તા.31/8 ના સાંજના અરસામાં સાડા ચાર વાગ્યાના અરસામાં બની હતી જેમાં તેમનો ભાઈ મુસા મામદભાઈ જુણેજા વરસાણા સીમમાં આવેલી પીએસએલ કંપની સામેથી બાઇક લઈને જઈ રહ્યો હતો . ત્યારે અચાનક આખલો વચ્ચે આવી જતાં બાઈક આખલા સાથે અથડાતાં માથાના ભાગે અતિ ગંભીર ઈજાઓ તથા ડાબા હાથમાં ઈજાઓ પહોંચતા ન તેનું મોત નીપજયું હતું.