ભચાઉમાં જુગાર રમતા 4 જુગારી પકડાયા, ત્રણ નસ્યા
copy image

ભચાઉમાં સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગટું રમી રહેલા 4 જુગારીઓને પોલીસે 16 હજાર રોકડ સાથે પકડી લીધા હતા જ્યારે ત્રણ જુગારી પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. ભચાઉ પોલીસ મથકની ટીમ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સર્વોદય સોસાયટીમાં જેસંગભાઈ કોલીના ઘર આગળ સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક શખ્સો જુગટું રમી રહ્યા છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડયો તો જેસંગભાઈ સવાભાઈ કોલી, કાના રઘુ કોલી અને અજય ભાગવતભાઈ કોલી પોલીસને જોઈ નાસી ગયા હતા જ્યારે પોલીસે ગણપતભાઈ પાંચાભાઈ ઠાકોર, રામભાઈ રઘુભાઈ કોલી, વીરમભાઈ મોહનભાઈ કોલી અને બાબુભાઈ નારાણભાઈ બારૂપારને રૂ. 16,100 રોકડ, 4 મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂ.1,09,100 ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરી હતી.