નિરોણા પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્રને ઇજા

નખત્રાણા તાલુકાના નિરોણા ગામ પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્રને ઈજાઓ થઈ હતી. તેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર લખુબેન રવજી વાઢા (ઉ.વ.૨૬) તેમજ નિકુલ રવજી વાઢા (ઉ.વ.૧) બાઇક પર સવાર થઈને નિરોણાથી ચંદન નગર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન નિરોણા ગામ પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્રને ઈજાઓ થઈ હતી. તેથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.