ભરૂચ જીલ્લામાં સગીરાઓ સાથે અડપલાં, દુષ્કર્મ અને અત્યાચાર જેવા અનેક બનાવો સામે આવ્યા છે તેવામાં હવે અંકલેશ્વર પંથકના ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષકની હેવાનીયત સામે આવી હોય તેમ ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીનો એકલાતનો લાભ લઈ હાથ પકડી અડપલા કરી ચુંબન કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરતા પોલીસે નફ્ફટ શિક્ષક સામે પોક્સો અને છેડતીનો ગુનો દાખલ કરી પોલીસે ગણતરીના કલાકોમાં તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૨ નો અભ્યાસ કરતી હતી તે વખતે અંકલેશ્વર શહેર હનુમાનવાડી આગળ આવેલ ઓમ ટાવરમાં પહેલા માળે આવેલ ગુરુ ક્લાસિસમાં ફિઝીક્સ વિષયનું ટ્યુશન લેતા હોય ફરિયાદી તેમને ત્યાં ટ્યુશને જતી હતી. તે સમય દરમ્યાન કોલેજ જવા લાગેલ હતી.આ શિક્ષકને ત્યાં ટ્યુશને આવતા વિદ્યાર્થીઓનું દર અઠવાડીયે એકવાર ટેસ્ટ લેતા હોય અને તે ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવા માટે આ શિક્ષક મને આજથી બે મહિના પહેલા જણાવતા હું તેમની પાસેથી વિદ્યાર્થીઓના ટેસ્ટની સપ્લીમેન્ટરી લેવા માટે બે વખત ગઈ હતી અને તે લઈ ભોગ બનનાર ઘરે તપાસી અને પછી તે સપ્લીમેન્ટરી ભોગ બનનાર ગુરુ ક્લાસિસની સામે તરફ આવેલ મોચીની દુકાને આપી આવતી હતી.ગતરોજ મારા ઘરે હાજર હતી ત્યારે સાંજના સમયે શિક્ષકે તેમના મો.નં.9879638390 પરથી મારા મોબાઇલ ફોન પર કોલ કરી અને ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવાની છે તે લઈ જવા જણાવેલ જેથી ભોગ બનનાર સપ્લીમેન્ટરી લેવા ગુરુ ક્લાસિસ પર ગયેલ હતી. ભોગ બનનાર ક્લાસમાં શિક્ષક સિવાય કોઈ હાજર ન હોતુ. શિક્ષક ભોગ બનનારને સપ્લીમેન્ટરી આપેલ અને તે સંબંધે થોડી વાત કરી અને ભોગ બનનારને પુછેલ કે તને હું કેવો લાગુ છું? તેમ કહી ભોગ બનનારનો હાથ પકડી જબરજસ્તી કરી કિસ ચુંબન કરેલ હતી, જેથી ભોગ બનનાર તેમની ચૂંગલમાંથી છૂટી સપ્લીમેન્ટરીની થેલી મારા હાથમાં હોય તે સાથે લઈ ક્લાસ બહાર નીકળી અને ઘરે જતી રહેલ હતી અને વિદ્યાર્થીનીએ ઘરે તેણીની માતાને આ બનેલ હકીકત જણાવી પણ હતી અને મારી મમ્મી તેમના મોબાઈલ ફોનથી આ શિક્ષકના મોબાઈલ ફોન પર કોલ કરી અને તમે મારી દીકરી સાથે શુ કર્યું? તેમ પુછતા તેમણે મારી મમ્મી સાથે વાતચીત કરી માફી માંગેલ હતી તે પછી નિતીન ચૌહાણની પત્નિએ પણ મમ્મીના મોબાઈલ ફોન પર કોલ કરી અને માફી માંગેલ હતી. સમગ્ર પ્રકરણમાં શિક્ષકનું કૃત્ય માફીને લાયક ન હોય જેના કારણે સગીરા માતા સાથે પોલીસ મથકે પહોંચી ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ ખાનગી ટ્યુશન ક્લાસની શિક્ષક સામે સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર