ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષકસાહેબશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષકસાહેબથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકસાહેબથી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરશ્રી એસ.ડી.સિસોદિયા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે વાગડ વેલ્ફર હોસ્પિટલની બાજુ એક બ્લુ કલ૨નો લોડીંગ છકડા નંબર જી.જે.૦૮ વાય.૪૯૮૫ વાળામાં અમુક ઇસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ નીકળવાના હોવાની બાતમી હકિકત આધારે વોચમાં રહી ઉપરોકત બાતમી હકિકતવાળી લોર્ડીંગ છકડા નંબર જી.જે.૦૮ વાય.૪૯૮૫ વાળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પ્રોહીબીશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.