ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ભચાઉ પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષકસાહેબશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષકસાહેબશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકસાહેબથી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હઠળ તેમજ પોલીસ ઇન્સપેક્ટરથી એસ.ડી .સિસોદીયા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર આવેલ વિરાત્રા હોટલની બાજુમાં આવેલ કોહીનુર મીનરલ્સ પ્લાંટમાં ડીઝલનો ગેરકાયદેસર જથ્થો ચોરી અથવા છળકપટથી છુપાવેલ છે.જે બાતમી હકિકત આધારે સદરહુ બાતમી હકિકતવાળી જગ્યાએ જઈ તપાસ ક૨તા ડીઝલનો જથ્થો મળી આવતા બી.એન.એસ.એસ.૧૦૬ મુજબ કબ્જે કરી પકડાયેલ મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૨)(ઈ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી
(૧)સાજીદખાન શાકીરઅલીખાન ઉ.વ.૩૮૨હે.ભવાનીપુર તા.ભચાઉ મુળ રહે.કોહલર ગામ જીલ્લા બલરામપુર (યુ.પી)