રાપરમાથી પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે રાપરમાંથી પાંચ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  રાપરમાં મામલતદાર કચેરી પાછળ જાહેરમાં અમુક ઈશમો પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપી શખ્સો પાસેથી કુલ રૂા. 21,310નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સો વુરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.