ચોરીના ગુનામાં સામેલ આઠ માસથી ફરાર આરોપી દબોચાયો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, સામખિયાળી પોલીસના ચોરીના કેસમાં સામેલ નાસતા ફરતા આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આઠ માસ અગાઉ સામખિયાળી પોલીસ મથકે અંજારના આરોપી શખ્સ વિરુદ્ધ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં સામેલ આરોપી નાસતો ફરતો હતો. તે દરમ્યાન આ આરોપી શખ્સને પૂર્વ કચ્છ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ખેડોઈ મુંદરા ધોરીમાર્ગ નજીક બ્લોકના કારખાનામાંથી પકડી પાડ્યો હતો. બાદમાં આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા તેને સામખિયાળી પોલીસને સોંપી દેવામાં આવેલ હતો.