પૂર્વ કચ્છના લિસ્ટેડ બુટલુગરને દબોચી અને અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કરી દેવાયો
copy image

માહિતી મળી રહી છે કે, પૂર્વ કચ્છના લિસ્ટેડ બુટલુગર વિરુદ્ધ પોલીસે પાસાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શખ્સને પાસે તળે અમદાવાદની જેલમાં ધકેલી દેવાયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ તાલુકાના ગળપાદર બાગેશ્રી પાર્ક સોસાયટીમાં રહેનારા આ શખ્સ વિરુદ્ધ અગાઉ સામખિયાળીમાં બે, ગાંધીધામ બી-ડિવિઝન ખાતે બે, એ-ડિવિઝન તથા અંજારમાં એક-એક ગુના દારૂ સંબંધી નોંધાયા હતા. પોલીસે આ શખ્સ વિરુદ્ધ પાસા તળે કાર્યવાહી હાથ ધરી અને આ શખ્સને દબોચી અને અમદાવાદ ખાતે મધ્યસ્થ જેલ સાબરમતીના હવાલે કરી દેવામાં આવેલ છે.