ખીરસરા નજીક સોલાર પ્લાન્ટમાં વીજશોક લાગતાં 32 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો
copy image

ખીરસરા નજીક સોલાર પ્લાન્ટમાં વીજશોક લાગતાં 32 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો આ બનાવ અંગે પ્રાપ્ત્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ ખીરસરામાં અદાણી સોલાર પ્લાન્ટમાં આ બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ગત તા. 4/9ના બપોરના સમયે અહીં કામ કરનાર મિતકુમાર નામનો યુવાન પોતાનું કામ કરી રહ્યો હતો તે સમયે, તેને વીજશોક લાગ્યો હતો.બનાવની જાણ થતાં આ યુવાનને સૌપ્રથમ ભુજ અને ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.