માનકૂવામાં દારૂ વિરુદ્ધ લોકજાગૃતિના ભાગરૂપે શાંત આંદોલન

 હાલના ઝડપી અને ફેશનની પાછડ દોટ મૂકાતા યુવાનોના જીવનમાં દારૂ રૂપી ધીમા ઝહેરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે   દારૂના વ્યસનથી આરોગ્ય, આર્થિક, સામાજિક રીતે દુ:ખની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. આવા સમયમાં માનકૂવા સ્થિત `રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ’ના સંગઠનના કાર્યકરો, હોદ્દેદારોએ માનકૂવાની પંચાયત ઓફિસના દરવાજે એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને લોકજાગૃતિના ભાગરૂપે શાંત આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું. જાણવા મળી રહ્યું છે કે, સવારે 11 થી સાંજે 4 વાગ્યા દરમ્યાન પ્રતીક ઉપવાસ આંદોલન પૂર્ણ થયા બાદ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા  માનકૂવા પોલીસ સ્ટેશને આવેદન આપ્યા બાદ આ બાબતે પ્રશાસન દ્વારા ઘટતું કરવાની અપીલ કરવામાં આવી હતી.  હાલના સમયમાં માનકૂવા તથા આસપાસના ગામોના યુવાનો દારૂના વ્યસનથી કાયર બની રહ્યા છે. ત્યારે આ જગજાહેર બાબત પર કડક અમલવારી કરીને યુવાધનને બચાવવાની માગણી પણ કરવામાં આવી હતી.