ભુજના સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી

કચ્છ જિલ્લામાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના ૨૩ બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો

 જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી નરેશભાઇ ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિપુલભાઈ ડોરીયા અને બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી રીટાબેન અઘ્યારૂના માર્ગદર્શન હેઠળ સંસ્થામાં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ચિલ્ડ્રન હોમના કુલ ૨૩ બાળકોએ ભાગ લીધો હતો. સંસ્થામાં એજ્યુકેટર તરીકે ફરજ બજાવતા મિન્ટુકુમારી એન. ગરધરીયા દ્વ્રારા બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે વિટામિનની સાપસીડી, પોષણ માટલું, કઠોળની રંગોળી, લેખન, માટીમાં મેથીનું વાવેતર, સમતોલ અને અસમતોલ માહિતીનો ચાર્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોસ, સેનિટાઈઝરનો ઉપયોગ અને પૌષ્ટિક આહાર અંગે બાળકોને સમજણ આપવામાં આવી હતી.

આ ઉજવણીમાં બાળકોએ તમામ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમતોલ આહાર અને અસમતોલ આહારથી થતા ફાયદા અને ગેરફાયદા વિશે પણ વિશેષ માહિતી બાળકોને આપવામાં આવી હતી.  ઇન્ચાર્જ અધિક્ષકશ્રી રશ્મિકાંત. જે. પટેલ અને સંસ્થાના તમામ સ્ટાફગણે વડાપ્રધાનના સુત્ર ‘ પોષણ દેશ રોશન’ ના ધ્યેયને સિદ્ધ કરવા શપથ લીધા હતા.