ભુજ તાલુકા પંચાયત ખાતે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ કામગીરી કરાઇ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે કચ્છમાં શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ ભુજ તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સફાઇ કામગીરી કરાઇ હતી. 

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઇ કામગીરી ચાલી રહી છે ત્યારે સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત અંતરજાળ, શિવલખા, લાકડીયા, ભીમાસર ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાની સફાઈ, ગામના ચોરાની સફાઈ અને જાહેર ખુલ્લા પ્લોટની સાફ સફાઈ કરવામાં આવી હતી. સફાઈ બાદ એકઠો થયેલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં ગામના નાગરિકો તથા સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.