‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા વિદ્યાર્થીઓ પ્રતિબદ્ધ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત કચ્છ જિલ્લાની શાળામાં વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી . વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકશ્રીઓ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, ‘ વિકસિત ભારત’ સૂત્રને સાકાર કરવા રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા હતા. વિકાસ સપ્તાહ અન્વયે શાળાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.