મકાન ભાડે આપ્યા અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કરનાર શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી પધ્ધર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મકાન માલીકો બારા મકાન ભાડે આપી અને મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહિ કરાવનાર મકાન માલીકો વિરૂધ્ધ જાહેરનામાં ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય.

તેમજ ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં ઔધોગીક એકમો શરૂ થયેલ છે અને અત્રેનો જીલ્લો આંતર રાષ્ટ્રીય બોર્ડરનો જીલ્લો હોઈ અને બહારના રાજ્યમાંથી લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે જે પરપ્રાંતિય પૈકી અમુક અસમાજીક ઇસમો/તત્વો પણ આવતા હોય છે અને જેઓ પણ શહેરાગામડાઓમાં કોઈ મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈ પોતાના આર્થિક લાભ સાથે લોકોના જાનમાલને નુકશાન પહોંચાડી ગંભીર ગુન્હાઓને ખંજામ આપતા હોય છે. અને કચ્છ જીલ્લા બહારના કે ગુજરાત રાજ્ય બહારના પરપ્રાંતિય લોકો જ્યારે મકાનમાં ભાડેથી રહેવા માટે આવે ત્યારે મકાન ભાડે આપતા પહેલા મકાન માલીકે તેઓનું ઓળખપત્ર તથા તેઓના ફોટોગ્રાફ સહીતની વિગતો મેળવી તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. જે અંત્રે વખતોવખત માનનીય કલેક્ટર આહેબ અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ ભુજનાખો વારા જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. તેમ છતા મકાન માલીકો બરા મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવતી નથી.

જે અનુસંધાને પથ્થર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.એમ.સણા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પ્રકાશ કેશવલાલ જોગી રહે આહિર સમાજ વાડી પાછળ ક્રિષ્ના હેરી, ફકમાં તા બુજ વાળાએ પોતાના કબ્જાનું આહિર સમાજ વાડી પાછળ, કુકમા ખાતે આવેલ મકાન પરપ્રાંતિય ઇસમને ભાડેથી આપી ભાડુઆતના આધાર-પુરાવા નહીં મેળવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની જાણ ન કરાવેલ હોય અને માનનીય કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજનાઓના જાહેરનામાંનો ભંગ કરેલ હોય, જેથી ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.