શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિકાસ સપ્તાહ દરમિયાન માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત લીધી

ગુજરાતમાં ૨૩ વર્ષના સુશાસને લઈને અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહનું આયોજન તારીખ ૧૫ ઓક્ટોબર સુધી કરાયું છે. કચ્છના સ્મૃતિવન અને ક્રાંતીતીર્થ માંડવીને વિકાસ સપ્તાહના આઈકોનિક સ્થળની યાદીમાં સમાવિષ્ટ કરાયા છે. આ વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલજ માંડવી- કચ્છના એન. એસ.એસ. ના વિદ્યાર્થીઓએ માંડવી ખાતે આવેલા શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત લીધી હતી.