આગામી તા. ૧૭ ને ગુરુવારના રોજ ભરૂચના શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો આઠમો પાટોત્સવ ઉજવાશે

આગામી તા.૧૭/૧૦/૨૪ ના ગુરુવારના આસો સુદ પૂનમના શુભ દિવસે ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી ભૃગૂપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો આઠમો પાટોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.જેના ભાગરૂપે સવારના ૭:૩૦ કલાકે આરતી કરવામાં આવશે, ત્યારબાદ કેક કાપવામાં આવશે.ત્યારબાદ બપોરના ૩:૦૦ કલાકે માતાજીનો હવન અને સાંજના ૫:૦૦ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે.ત્યારબાદ સાંજના ૫:૩૦ કલાકે માતાજીની મહાઆરતી અને સાંજના ૬ કલાકે મહાપ્રસાદી આપવામાં આવશે.તો આ રૂડા અવસરમાં સહભાગી બનવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.