ભચાઉના નાની ચીરઈમાં ઉભેલ ટેંકરમાથી 1.50 લાખના સ્પેરપાર્ટ્સમી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ
copy image

ભચાઉ ખાતે આવેલ નાની ચીરઈમાં એક ઉભેલ ટેંકરમાથી 1.50 લાખના સ્પેરપાર્ટ્સમી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાનાં નાની ચીરઈ નજીક આવેલ નજીક પેટ્રોલ પંપ પાસે ઉભેલા ટેન્કરમાંથી રૂ.1,50,000ના સ્પેરપાર્ટસ કાઢી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે રોડલાઈન્સના માલિક સહદેવસિંહ યાદવ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગાંધીધામની ચામુંડા રોડલાઈન્સમાં કામ કરનાર રાજકુમાર પ્રજાપતિ કંડલાથી રૂ.30 લાખનું સોલ્વન્ટ-9 ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો. ગત દિવસે બપોરના અરસામાં નાની ચિરઈ કિરણ પેટ્રોલ પંપ નજીક પહોંચતા તે ગાડીમાં સુઈ ગયો હતો તે દરમ્યાન આરોપી શખ્સો ત્યાં આવી અને આ વાહનમાંથી સેલ્ફ અલ્ટીમેટર, સેન્ટર તથા ટ્રબો પ્લેટ કિં.રૂ.1,50,000ના સ્પેરપાર્ટસ કાઢીને નાસી ગયા હતા. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.