બીજા માળેથી પટકાતાં 47 વર્ષીય આધેડનું મોત
copy image

ગાંધીધામમા મકાનના બીજા માળેથી પટકાતાં 47 વર્ષીય આધેડનું મોત નીપજયું હતું.આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના 400 ક્વાર્ટર વિસ્તારમાં મકાનના બીજા માળેથી નીચે પટકાતાં મૂળ સાબરકાંઠાના 47 આધેડ યુવાન સુરેશસિંહ ભવાનસિંહ પરમારનું મોત નીપજયું હતું. આ આધેડ મૂળ સાબરકાંઠાના અને અહીં ખાનગી નોકરી કરી એકલા રહેતા હતા. જાણવા મળી રહ્યું છે કે આ આધેડ ગત તા. 12/10ના મોડી રાત્રે મકાનના બીજા માળે દારૂ પીધેલી હાલતમાં હતા. તે દરમ્યાન ઉપરથી નીચે પટકાતાં ગંભીર ઇજાઓનાં પગલે આ આધેડનું મોત થયું હતું.વધુમાં તેમણે દારૂ પીધો હતો કે નહીં તે પી.એમ. રિપોટ આવ્યા બાદ સામે આવશે તેવું પોલીસે જણાવ્યુ હતું. આ મામલે આગળની તપાસ જારી છે.