માંડવીમાંથી આંક ફેરનો જુગાર રમાડતા શખ્સને પોલિસે ઝડપી પાડ્યો

jugar

copy image

copy image

   માંડવીમાંથી આંક ફેરનો જુગાર રમાડતા એક શખ્સને પોલિસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત દિવસે બપોરના અરસામાં માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નગરપાલિકાની ચાની કેબિનમાં બેસનાર શખ્સ બજારનો આંકડાનો જુગાર રમી અને રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી આરોપી શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.