ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી

copy image

copy image

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી.  કચ્છમાં સમયાંતરે નાના મોટા આંચકા આવતા રહે છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગત રાત્રે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો એટલો તીવ્ર હતો કે, લોકો ઊંઘમાથી જાગી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ  3 વાગ્યાને 54 મિનિટે 4 રિકટર સ્કેલનો આંચકો આવતા લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. 4 રિકટર સ્કેલનો આંચકો હોય લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છની સામે પાર પાકિસ્તાનના સરહદી નિર્જન સ્થળે નોંધાયું હતું.