કચ્છના પ્રવેશદ્વાર આડેસર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત : એક ગંભીર હાલતમાં
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કચ્છના પ્રવેશદ્વાર આડેસર નજીક મધ્ય રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા જ્યારે વધુ એક ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત મધ્ય રાત્રિના અરસામાં રાધનપુર ધોરીમાર્ગ પરના આડેસર – બામણસર વચ્ચેના માર્ગે ટ્રેલર અને ટેન્કર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરની ચાલક કેબિનના ભૂકા બોલાઈ ગયા હતા. જેમાં સવાર સાલમાન અને ભુરેખાન નામના બે વ્યક્તિઓના ગંભીર ઇજાઓ ના કારણે ઘટનાસ્થળ પર જ મોત થયા હતા જ્યારે અન્ય એકને ઇજા પહોંચી હતી.પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.