કુકમામાથી જુગાર રમતા બે મહિલા સહિત કુલ ત્રણ ખેલીઓ ઝડપાયા
copy image

ભુજ ખાતે આવેલ કુકમામાથી જુગાર રમતા બે મહિલા સહિત કુલ ત્રણ ખેલીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પધ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ તાલુકાના કુકમા ગામના નવાવાસમાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત કુલ ત્રણ ખેલીઓને ઝડપી પાડેલ હતા. પોલીસે પકડાયેલ પત્તાપ્રેમીઓ પાસેથી કુલ 6660ની રોકડ સાથેનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.