માર્ગ અકસ્માતની સંખ્યામાં થઈ રહ્યો છે સતત વધારો : ભૂજોડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અક્સસ્માત : બાઇક ચાલકનું મોત

copy image

copy image

માર્ગ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક માર્ગ અકસ્માત ભુજ તાલુકાના ભૂજોડી નજીક બન્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં માધાપરના 36 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  આ બનાવ ગત ગુરુવારના રાતના અરસામાં બન્યો હતો.    માધાપરથી શેખપીર તરફ જતા રસ્તા પર રિલાયન્સ પેટ્રોલપંપ સામે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં 36 વર્ષીય શામજી હીરજી કોલી મોટરસાઈકલ પર જઈએ રહ્યો હતો તે દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી. મોટરસાઈકલ આગળ જતી ટ્રકમાં ટકરાતાં મોઢાંના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘાયલ શામજીને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન  તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.