લખપતના છૂગેરમા ટ્રકની હડફેટે બે ભેસોના મોત
copy image

લખપત ખાતે આવેલ ઉમરસરથી છુગેર જતા માર્ગે પૂરપાટ જતી ટ્રકે ખેડૂતની બે ભેંસને અડફેટે લેતા બંને ભેસોના મોત નિપજ્યાં હતા. આ મામલે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ બનાવ અંગે ખેડૂત પૃથ્વીરાજસિંહ સ્વરૂપાજી જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 14/9ના રાતના 1થી 3 વાગ્યાના અરસામાં ફરિયાદીની ભેંસો સીમ વિસ્તારમાંથી ચરિયાણ કરી ઘર બાજુ આવી રહી હતી, તે દરમ્યાન ઉમરસરથી છુગેર વચ્ચેના માર્ગ પર ટ્રકના ચાલકે પૂરપાટ બેદરકારીથી ચલાવી ભેંસને ટક્કર મારતાં બે ભેંસ સ્થળ પર જ મૃત્યુ પામી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ બનાવથી ફરિયાદીને 90 હજારનું નુકસાન થયેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.