મે નહીં તો તું ભી નહીં : આધેડે પોતે ઝેરની દવા ખાઈ પત્નીને મારી છરી
copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ધાબળાની ફેરી કરતા પરપ્રાંતિય નખત્રાણાની વૃંદાવન સોસાયટીમાં રહેતા 42 વર્ષીય આધેડે ગોળી ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ 42 વર્ષીય રાજગુપ્તા પ્રારેલાલ વનિયા સવારના સમયે પોતાને ઘરે ગોળીઓ ખાઇને અલગ રહેતી પત્નીના ઘરે ગયો હતો જ્યાં ઝેરની અસર થતાં તેમણે સૌ પ્રથમ સારવાર પ્રથમ નખત્રાણા અને વધુ સારવાર અર્થે ભુજ લઈ આવવામાં આવી રહ્યા હતા પરંતુ ભુજ પહુંચે તે પૂર્વે જ તેમનું મોત નીપજયું હતું. તપાસ દરમ્યાન સામે આવેલ માહિતી મુજબ, ધાબળાની ફેરી અને વેચાણ કરતા શ્રમજીવી એવા પતિ-પત્ની વચ્ચે અણબનાવને લઇને રાજગુપ્તા તેમની 12 વર્ષીય દીકરી સાથે રહેતા અને પત્ની રિના ગુપ્તા 17 વર્ષીય પુત્ર સાથે અલગ રહેતા હતા. બનાવના દિવસે સવારના ભાગમાં રાજગુપ્તા ગોળીઓ ગળી અલગ રહેતી પત્ની રીના ગુપ્તાના ઘરે આવેલ હતો અને પેટમાં છરી મારતાની સાથે જ ત્યાં જ ઢળી પડયો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, મોઢામાં ફીણ નીકળતાં હોવાથી પતિ-પત્ની બંને સારવાર અર્થે ખસેડાયા હતા. રાજગુપ્તાને પ્રથમ નખત્રાણા સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે 108 મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. રિના ગુપ્તાને પેટમાં એકાદ ઇંચ જેટલો ઊંડો ઘા થયાનું સામે આવી રહ્યું છે.