દેવપર (ગઢ)માં 24 વર્ષીય યુવતીનું ઝેરી દવા પી જતાં મોત

copy image

ગત તા. 27/10ના રોજ માંડવી તાલુકામાં આવેલ દેવપર (ગઢ) ખાતે 24 વર્ષીય યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેમનું મોત નીપજયું હતું. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી ખાતે આવેલ દેવપર (ગઢ)માં 24 વર્ષીય યુવતી મોંઘીબેન પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન ભૂલથી કોઇ ઝેરી દવા પી જતાં તેને સારવાર તળે ખસેડાઇ હતી પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.