વરસામેડીમાં ઉશ્કેરાયેલા મિત્રએ કારણ વગર પોતાના મિત્ર પર ધોકા વડે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં ઉશ્કેરાયેલા મિત્રએ કારણ વગર પોતાના મિત્ર ઉપર ધોકા વડે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23/10ના રોજ બન્યો હતો. બનાવના દિવસે ફરિયાદી તથા તેના મિત્રો મનોહર અને હરીશ ધર્મપાલ જાંગીડ સાથે બેઠા હતા તે દરમ્યાન વાત વાતમાં હરીશે ફરિયાદીને ગાળો આપતાં ફરિયાદીએ તેની ના પાડી હતી.અને બાદમાં આરોપીએ ઝપાઝપી કરી હતી. બાદમાં ફરિયાદી અને મનોહર ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેમને રસ્તામાં રોકી ફરિયાદીને કારમાંથી બહાર કાઢી ધોકા વડે હુમલો કરી દીધો હતો તેમજ કારના કાચ પણ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્ત ફરિયાદીને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવામાં આવેલ હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.