ભુજમાં લાલ ટેકરી સ્થિત બેન્ક ઓફ બરોડાની શાખામાં આગ ભભૂકી ઉઠતા ભારે ધોદદામ મચી : સમયસર આગ પર કાબૂ મેળવતા કોઈ નુકશાન નહીં

ભુજમાં લાલ ટેકરી સ્થિત બેન્ક ઓફ બરોડાની શાખામાં આગ ભભૂકી ઉઠતા ભારે ધોદદામ મચી હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ સવારના સમયે બન્યો હતો. વહેલી સવારે ભુજની લાલ ટેકરી સ્થિત બેન્ક ઓફ બરોડાની વિજયનગર શાખાની બેન્ક બંધ હતી તે દરમ્યાન એ.સી.માં શોર્ટ સર્કિટ થવાના કારણે  એ.સી. નીચેની ટેબલ પર પડેલા કાગળો સળગતા બંધ બેન્કમાં ધુમાડા ભરાયા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક અગ્નિશમન દળને કોલ આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી  હતી, આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો.