ગાંધીધામમાંથી 51 હજારની રોકડ સાથે છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

ગાંધીધામમાથી 51 હજારની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં શેરી નંબર 3માં આવેલા ચોકમાં જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા  છ જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ પત્તાપ્રેમીઓ પાસેથી રોકડ રૂા. 51,300 તથા ગંજીપાના કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.