સામખિયાળીના ચકચારી બનેલા હેરોઇન કાંડમાં સામેલ આરોપી શખ્સ ચાર દિવસના રીમાન્ડ હેઠળ

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, સામખિયાળીના ચકચારી બનેલા હેરોઇન કાંડમાં સામેલ આરોપી શખ્સનાં ચાર દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કરી દીધા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળીમાં પોલીસ મથક નજીક બસના પિકઅપ સ્ટેન્ડમાં સૂતેલા શખ્સને પોલીસે રૂા. 23.91 લાખના હેરોઇન સાથે ઝડપી પાડયો હતો. આ શખ્સને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા તેના તા. 1/11 સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા. અગાઉ ગાંધીધામમાં ડ્રાઇવર તરીકે કામ કરી ગયેલા આ શખ્સ ઉપર દેવું ચડી જતાં તેણે આ માદક પદાર્થ વેચવાનું ચાલુ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.