ભારત બાદ હવે બ્રાઝિલે પણ ચીનની અબજો ડોલરની મહત્ત્વાકાંક્ષી યોજના બીઆરઆઈમાં જોડાવાનો કર્યો ઈન્કાર
ભારત બાદ હવે બ્રાઝિલે પણ ચીનને ઝટકો આપ્યો હોવાનું સૂત્રો જણાવે રહ્યા છે. બ્રાઝિલ પણ ચીનની અબજો ડોલરની મહત્ત્વાકાંક્ષી યોજના બીઆરઆઈમાં જોડાવાનો ઈન્કાર કરી દેવામાં આવેલ છે. બ્રિક્સ દેશોનાં સમૂહમાંથી ભારત બાદ બ્રાઝિલ બીજો એવો દેશ બન્યો છે, કે જે ચીનનાં પ્રોજેક્ટ સાથે અસમર્થન છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આંતરરાષ્ટ્રીય બાબતો માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિના વિશેષ સલાહકાર સેલ્સો એમોરિમના મત મુજબ, રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાનાં નેતૃત્વમાં બ્રાઝિલ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (બીઆરઆઈ)માં સામેલ નહીં થાય.