મેઘપર બોરીચીમાં ચાર શખ્સોએ એક યુવાનને માર મારી સોનાની ચેઇનની લૂંટ મચાવી : પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આગળની તપાસ શરૂ

fir

copy image

copy image

  અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં ચાર શખ્સો દ્વારા એક યુવાનને માર મારી સોનાની ચેઇનની લૂંટ મચાવવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામમાં આવેલ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે પરેશ કાયજી બારોટ નામના શખ્સ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.નોંધાવેલ ફરિયાદ અનુસાર મેઘપર બોરીચી આશાપુરા પાર્ક-2માં રહેનાર ફરિયાદી ગત રાત્રે લીલાશાહ ફાટકની બાજુમાં કામ અર્થે ગયો હતો અને લવયેશ બારોટને જય રાહુલ બારોટ અંગે પૂછી રહ્યો હતો તે દરમ્યાન ત્યાં ઉભેલી થાર ગાડીમાંથી ચાર શખ્સો આવી કેમ દાદાગીરી કરે છે તેમ કહી બોલાચાલી કરી હતી અને બાદમાં ધોકા-પાઇપ વડે આ યુવાન પર હુમલો કરી દીધો હતો તેમજ ફરિયાદીનો ફોન ઝૂંટવીને ફેંકી દીધો હતો ઉપરાંત સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી. ઘાયલ ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.