માંડવી ખાતે આવેલ કોટડી ગામમાં સરકારી જમીન પર અનધિકૃત દબાણ કરનારને 1.78 લાખનો દંડ

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, માંડવી ખાતે આવેલ કોટડી ગામમાં સરકારી જમીન પર અનધિકૃત દબાણ કરનારા આરોપી ઈશમને મામલતદાર દ્વારા 1.78 લાખનો દંડ ફટકારતો આદેશ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકાના કોટડીમાં રહેતા લાખુભા બુધુભા સોઢાએ સરકારી જમીન સર્વે નંબર 452માં દબાણ કરેલ હોવાનું સામે આવતા મામલતદાર વિનોદ ગોકલાણી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. 20 વર્ષથી 47,132 ચો.મી. જમીન પર ખેતી વિષયક દબાણ કરાતાં જમીન મહેસૂલ કાયદાની કમલ 61 હેઠળ આ હુકમ જાહેર કરવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, આ ગામની જંત્રી રૂા. 42 પ્રતિ ચો.મી. એટલે કે 47,132 ચો.મી.ના રૂા. 19.79 લાખના વાર્ષિક 1% લેખે 19,796 લેખે 9 વર્ષના 1,78,164 દંડ ભરવાનો આદેશ જાહેર કરાયો હતો.