ગળપાદર ત્રણ રસ્તા ઓવરબ્રિજ પર ઉભેલા ડમ્પરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં ચાલકનું મોત

24-8-acc

copy image

copy image

ગાંધીધામ નજીક  ગળપાદર ત્રણ રસ્તા ઓવરબ્રિજ પર ઉભેલા ડમ્પરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં 24 વર્ષીય ટ્રેઇલરના ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ નજીક ગળપાદર ત્રણ રસ્તા ઓવરબ્રિજ કચ્છ આર્કેડ સામે ગત તા. 22/10ના આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મિનાક્ષી હેન્ડલીંગ એજન્સી કંપનીનું ટ્રેઇલર જઈ રહ્યું હતું. આ વાહન ઓવરબ્રિજ પર પહોંચ્યું હતું. તે દરમ્યાન ડમ્પર ચાલકે રીફ્લેક્ટર કે સિગ્નલ આપ્યા વગર પોતાનું વાહન પાર્ક કરી દીધું હતું જેમાં આ ટ્રેઇલર પાછળથી અથડાતાં તેના ચાલક મનુકુમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે, સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે ટ્રેઈલર ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.