ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં એક પરિવારના છ સદસ્યો પર નવ શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં એક પરિવારના છ સદસ્યો પર નવ શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે સામખિયાળીમાં શાંતિનગરમાં રામ અર્જુન જેઠવા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના વરંડામાં ચાર મકાનમાં એકમાં ફરિયાદી તથા બીજામાં તેમના ભાઇનો પરિવાર જ્યારે બીજા બેમાં આરોપી શખ્સ એવા ફરિયાદીના મોટાબાપા તથા તેનો દીકરો પોતાના પરિવાર સાથે રહે છે. આરોપી શખ્સનો દીકરો તેની સાથે બહારના અજાણ્યા માણસોને ઘરે રાખતો હોવાથી ફરિયાદીએ બહારના માણસોને ઘરે લાવવાની ના કરેલ હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સે તેમજ અન્ય આરોપી શખ્સોએ ફરિયાદી રામ જેઠવા, તેના પિતા, માતા, ભાઇ તથા દીકરા પર હુમલો કરી દીધો હતો. વચ્ચે છોડાવવા પડતાં ફરિયાદીના પત્ની ઉપર પણ ધારિયા વડે જીવલેણ હુમલો કરી દેવામાં આવેલ હતો. બનાવમાં ઘાયલ થયેલ પરીવારને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.