ગાંધીધામમાંથી બે દિવસ અગાઉ ગુમ થયેલ 18 વર્ષીય યુવાનની લાશ મળતા ચકચાર
copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામ ખાતે આવેલ જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેનાર 18 વર્ષીય આકાશ ઉર્ફે અકુ કાંતિ મકવાણા નામના યુવાનની લાશ ડી.પી.એ. મેદાન પાછળ તળાવમાંથી મળી આવેલ હતી. આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેનાર આકાશ મકવાણા નામનો યુવાન ગત તા. 29/10ના બપોરે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હતો. બાદમાં આ યુવાનની શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પતો ન મળતાં બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધ કરવવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ વચ્ચે ડી.પી.એ. પાછળ આવેલા પાણી ભરેલા ખાડામાંથી તેની લાશ મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી.આ યુવાન અહી કેમ પહોંચ્યો તેમજ તેની મોત પાછળનું કારણ જાણવા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.