કંડલામાં ગોદામ નજીક બાઇક પર બેઠેલા 46 વર્ષીય આધેડને ટ્રકે હડફેટમાં લેતા મોત

  કંડલામાં ગોદામ નજીક બાઇક પર બેઠેલા 46 વર્ષીય આધેડને ટ્રકે ટક્કર મારતાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ જીવલેણ બનાવ કંડલામાં આવેલા સી બર્ડ ગોદામ અંદર બાઉન્ડ્રી નજીક બન્યો હતો. અહીં દીવાલ નજીક બાઇકનું સ્ટેન્ડ ચડાવી આ આધેસ બાઇક પર બેઠા હતા, ત્યારે ત્યાંથી નીકળનાર ટ્રકએ તેને હડફેટમાં લેતાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.