ભુજીયા ડુંગર પર ઝાડીમાં કોઇ અગમ્ય કારણોસર લાગેલી આગને સંપુર્ણપણે કાબુ મેળવતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓએ દિવાળીના તહેવારો નિમિત્તે રાત્રી દરમ્યાન સઘન પેટ્રોલીંગ રાખવા અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા સુચના આપેલ

જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન જાણવા મળેલ કે સ્મૃતિવનના પાછળના ભાગે અને ભુજીયા ડુંગર ઉપર કીલ્લાની દીવાલ પાસે આવેલ ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલ છે અને તે આગ હવાના પ્રમાણને કારણે અને સુકી ઘાસના કારણે ખુબ ઝડપથી પ્રસરે છે. તેવી માહીતી મળતાં ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે ત્યાં ડુંગર ઉપર ઉંચાઈ હું સુધી સુધી * પહોંચી શકે તેમ | ન હોય જેથી જેથી આ બાબતે ગંભીરતા દાખવી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.બી.પટેલ સાહેબ તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટાફ સ્મૃતિવનમાં રહેલ fire extinguisher (અગ્નિશામક સિલિન્ડર) સાથે અને સ્મૃતિવનના સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ ડુંગર ઉપર જઈ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આગવાળી ઝાડીમાં દિવાલથી નીચે ઉતરી fire extinguisher (અગ્નિશામક સિલિન્ડર)ના ઉપયોગ કરી ઝાડીમાં લાગેલ આગ ઉપર સંપુર્ણપણે કાબુ મેળવેલ હતો. અને મોટુ નુકશાન થતુ અટકાવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી વી.બી.પટેલ સાહેબનાઓ સાથે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ સ્મૃતિવન મ્યુઝિયમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે