ભારત અને ચીન વચ્ચે થઈ મીઠાશની આપ-લે
સૂત્રો જણાવી રહયા છે કે ભારત અને ચીનની સેનાઓએ ગત દિવસે આટલે કે ગુરૂવારે દિવાળીની ઉજવણી સાથે મળીને કરતાં પરસ્પરને મીઠાઈઆપી હતી. પૂર્વ લદાખમાં હોટસ્પ્રિંગ્સ, કારાકોરમ પાસ, દૌલતબેગ ઓલ્ડી, કોંગકલા અને ચુશુલમેકડોપાસની નિયંત્રણ રેખા પર બન્ને દેશના જવાનોએ એકમેકને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા પાઠવી અને દિવાળીની ઉજવણી કરી હતી. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, લોહિયાળ લડાઈ લડનાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સુમેળભર્યાં દૃશ્યો બતાવતા ચિત્રો એવા સમયે સામે આવ્યા છે કે જ્યારે બેય દેશના સૈનિકો દ્વારા સીમાઓ પરથી પાછળ હટવાની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે. વાસ્તવિક નિયંત્રણ રેખાએ સ્થિત પાંચ પોઈન્ટ પર બન્ને દેશની સેનાઓના જવાનોએ એકમેકને મીઠાઈ દ્વારા મોં મીઠું કરાવેલ હતું.