પધ્ધર પો.સ્ટે.ના ખોટા બનાવટી દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પશ્ચિમ કચ્છ ભુજ


બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ,ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડ, પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
પધ્ધર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૯/૨૦૨૪ ઇપીકો કલમ ૪૬૫,૪૬૮,૪૭૧,૧૨૦(બી) વિગેરે મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી જાકબ સુમાર જત, ઉ.વ. ૩૯, ધંધો મજુરી, રહે પલીવાડ, તા. નખત્રાણા વાળો ભુજ શહેરમાં આવેલ ટાઉન હોલ પાસે આવવાની સચોટ બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ વોચમાં રહેલ તે દરમ્યાન બાતમીવાળો ઇસમ આવતા તેને પકડી ઉપરોક્ત ગુના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧), (આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે પધ્ધર પો.સ્ટે.મા સોપેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના I/C પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે.બારીયા સાથે એ.એસ.આઇ હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ઝાલા જોડાયેલ હતા.