મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરનો ટેમ્પો તેનો ચાલક લઈને થયો ફરાર

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરનો ટેમ્પો તેનો ચાલક લઈ અને ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે અશોકભાઇ નારાણભાઇ શેડા દ્વારા મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર મુંબઇથી સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવેલ આ ત્રણ ટેમ્પો મુંદ્રા લઇ આવવા અહીંથી ચાલકો મૂક્યા હતા. ગત તા. 25/8ના ત્રણ ટેમ્પો મુંદ્રા આવવા મુંબઇથી નીકળ્યા હતા પરંતુ માર્ગ વચ્ચે ટેમ્પોના ચાલક એવા આરોપી શખ્સ ટેમ્પો જેની કિં. રૂા. 4,50,000ની ચોરી કરી નાસી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.