ભરૂચમાં આગામી તા. 11 થી 19 નવેમ્બરના રોજ શ્રી ભૃગેષભાઈ જોષી(મહુવાવાળા)ના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણની કથા યોજાશે

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે આગામી તા. 11 થી 19 નવેમ્બરના રોજ બપોરે 2:30 થી 5:30 સુધી સંતોષી માતાના મંદિર પાસે, અયોધ્યાનગર, લિંક રોડ, ભરૂચ ખાતે પૂ.સંત શ્રી ભૃગેષભાઈ જોષી(મહુવાવાળા) ના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તો આ રૂડા અવસરમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું પ્રાપ્ત કરવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.કોઈક કારણોસર કથામાં પ્રત્યક્ષ જઈ ન શકનાર ભક્તો માટે સમગ્ર કથાનું જીવંત પ્રસારણ શ્રી ભૃગેષભાઈ જોષી ઓફિસિયલ યુ ટ્યુબ ચેનલ અને કર્તવ્ય ચેનલ પરથી કરવામાં આવશે તો તેનો પણ ઘરે બેઠાં લાભ લેવા માટે ભક્તોને નમ્ર વિનંતિ કરવામાં આવે છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ