મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે માસ અગાઉ ચોરી થયેલ મોટર સાયકલ શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ I/C પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને
આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ. ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, વાલાભાઈ ગોયલ તથા પોલીસ હેડ કોન્સટેબલ મુળરાજભાઈ ગઢવીનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા વાલાભાઈ ગોયલનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, નાની તુંબડી ગામના મહેશ્વરીવાસમાં રહેતો ગૌતમ પ્રેમજી દનીચા, રહે નાની તુંબડી, તા. મુંદરા વાળો પોતાના કબ્જા ભોગવટાના વરંડામાં હાજર છે અને ચોરી કરેલ મોટરસાયકલ તેઓના કબ્જા ભોગવટાના વરંડામાં હાજર છે જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ મળી આવતા મજકુર ઇસમને તેનુ નામ-ઠામ પુછતા ગૌતમ પ્રેમજી દનીયા, રહે નાની તુંબડી, તા. મુંદરા વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમ પાસે તેના કબ્જાની મોટર સાયકલ માલીકી બાબતે પુછ-પરછ કરતા ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. જેથી સદરહુ મોટર સાયકલ આગળની યોગ્ય તપાસ અર્થે પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
→ કબ્જે કરેલ મુદામાલ
► હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ એન્જીન નંબર- HAI LEVM5G56078 કિ.રૂ.૫૦,૦૦૦/- ચેસીસ નંબર MBLHAWI 13M5G05992 તથા
►પકડાયેલ આરોપી
- ગૌતમ પ્રેમજી દનીયા, રહે નાની તુંબડી, તા. મુંદરા